E-Paperઅમદાવાદઅરવલ્લીટોચના સમાચારમહારાષ્ટ્રરાજ્યસાબરકાંઠા
ઉમેદપુરા નજીક કેથોસ કંપનીમાં મહિલાએ ગળેફાસો ખાઇ જીવન ટુકાવ્યુ
મૃતક મહિલાને તલોદ સિવિલ માં પી.એમ અર્થે ખસેડાઇ
ઉમેદપુરા નજીક કેથોસ કંપનીમાં મહિલાએ ગળેફાસો ખાઇ જીવન ટુકાવ્યુ
મૃતક મહિલાને તલોદ સિવિલ માં પી.એમ અર્થે ખસેડાઇ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદના ઉમેદપુરા નજીક આવેલ એક પ્રાઇવેટ કંપનીમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે..
જે અંગે તલોદ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તલોદના ઉમેદપુરા નજીક આવેલ કેથોસ કંપનીમાં કોલોનીમાં પતિ સાથે રહેતી બુરી બાદલ સાતારામ પાવરા ઉ.વર્ષ ૨૨ મુળ રહે.ગઘડદેવ,તા.સીરપુર,જિ.ધુલે- મહારાષ્ટ તેના કાકા નું અવસાન થયેલ હોઈ લૌકીક પ્રસંગમાં જવા માટે તેના પતિને વાત કરતા તેના પતિએ નાણા(રૂપિયા)ની સગવડ થશે તો જઈશુ તેમ કહેતા મનમાં લાગી આવતા બુધવારે સાજના પાચેક વાગ્યાના સુમારે ગળફાસો ખાઇ જીવન ટુકાવી દીધું હતું. જે બનાવ ની જાણ કંપની ના અન્ય શ્રમજીવી માલિક અને તેના પતિને થતા તાબડતોપ કોલોની ખાતે દોડી આવી બનાવ અંગે તલોદ પોલીસ ને જાણ કરતા તલોદ પી.એસ.આઇ,રાજુભાઈ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને નીચે ઉતારી તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ તલોદ પી.એસ.આઇ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું
Tags
Sabarkantha News