રણાસણ નજીક કારની ટકકરે યુવાનનુ કરૂણ મોત,
કાર ચાલક સામે નોધાયો ગુનો
તલોદ ન્યુઝ -હિતેશ શાહ
તલોદ સહિત તાલુકા પંથકમાં માટેલા સાઢની માફક દોડતા વાહનો ને કારણે અકસ્માતોની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.ત્યારે તલોદના રણાસણ નજીક કારની અડફેટે એક યુવાન નું કણસતી હાલતમાં કરૂણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદના રણાસણ નજીકથી પસાર થતા આવિનાશભાઇ નરસિહભાઇ પટેલ ઉ.વર્ષ ૪૦ રહે.રામપુરા કંપા,તા.તલોદ ને રોડ માર્ગ ઉપરથી પસાર થતી કાર નં જી.જે.૦૧ એચ.ક્યુ ૪૨૧૨ ના ચાલકે બેફામ અને પુરપાટ ઝડપે હંકારી લાવી આવિનાશભાઇ ને અડફેટમા લઈ જોરદાર ટકકર મારતા ગંભીર રીતે ઘવાયેલ આવિનાશભાઇ ને કણસતી હાલતમાં હિમતનગર અને અમદાવાદ એપોલો હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા.જ્યા તબિબિ સારવાર બાદ વહેલી સવારે હોસ્પિટલ ના બિછાને જ આખરી દમ તોડતા પરિવાર જનોમા શોકનો માહોલ પ્રસરી ગયો હતો.જે બનાવ અંગે ઘનશ્યામ એન પટેલની ફરિયાદ ને આધારે તલોદ પોલીસે કાર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.