E-Paperઅમદાવાદઅરવલ્લીગાંધીનગરગુજરાતટોચના સમાચારભારતસાબરકાંઠા

લોકસભાની ચૂંટણી ટાણે અણસોલ ચેકપોસ્ટ પાસેથી કારમાં થી શંકાસ્પદ ₹ એક કરોડની મત્તા ઝડપાતા ખળભળાટ – વાચો અહેવાલ

ન્યુઝ પેપરના‌ કાગળ માં નાણાંના બંડલો વિંટાળી કારના ગુપ્ત ખાનામાં સંતાળી લઈ જતા શખ્સને શામળાજી પોલીસે ઝડપી પાડ્યો

લોકસભાની ચૂંટણી ટાણે અણસોલ ચેકપોસ્ટ પાસેથી કારમાં થી શંકાસ્પદ ₹ એક કરોડની મત્તા ઝડપાતા ખળભળાટ

ન્યુઝ પેપરના કાગળ માં નાણાંના બંડલો વિંટાળી કારના ગુપ્ત ખાનામાં સંતાળી લઈ જતા શખ્સને શામળાજી પોલીસે ઝડપી પાડ્યો
 ₹ એક સાથે કરોડ થી વધુની રકમ ઝડપાતા ખળભળાટ
તલોદ ન્યુઝ – તલોદ
સમગ્ર દેશભરમાં લોકસભાની સાત તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.ચૂટણી લક્ષી કાર્યક્રમ જાહેર થવાની સાથે આદર્શ આચારસંહિતા પણ અમલવારી શરૂ થઈ ગઈ છે.લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ પણ તકેદારી ના ભાગરૂપે પગલાં લઈ રહ્યું છે.ચૂટણી ટાણે થતી નાણાકીય હેરફેર ગેરરીતી રોકવા ઉપર સતત કેન્દ્ર થી લઈ રાજ્ય સરકાર નું ગૃહ વિભાગ ની વિવિધ એજન્સીઓ સક્રિય થઈ છે અને બાજ નજર રાખી રહી છે.ત્યારે ગુજરાત ના પડોશી રાજ્ય રાજસ્થાન માં થી કાર મારફતે સંતાળી લઈ જવાતી ₹ એક કરોડની શંકાસ્પદ રકમને શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક માં છે ત્યારે આંતર રાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત તથા આંતરિયાળ રસ્તાઓ ઉપર નાકાબંધી,વાહન ચેકીંગ કરી ગેરકાયદે ચીજ વસ્તુઓ ની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલ, સંજયકુમાર એસ કેશવાલા -મોડાસાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના શામળાજી પી.આઇ એસ.કે દેસાઇ,પી.એસ.આઇ એસ.કે ચાવડા,એન.એસ.બારા આને સ્ટાફ સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ કરી રહ્યા હતા.જે દરમ્યાન એક સફેદ કલરની રાજસ્થાન પાર્સિગ ની આઇ ટેન કાર નં આર.જે ૨૭ સીબી ૬૦૦૩ પસાર થતા તેને થોભાવી કારની તલાશી લેતાં કારના ગુપ્ત ખાનામાં થી ન્યુઝ પેપર ના કાગળ માં સંતાળી ₹ ૫૦૦ ની દરના એક બંડલમામાં પાંચ લાખ લેખે કુલ ૧૯ બંડલ બે બંડલો અઢી લાખના મળી કુલ ₹ એક કરોડ તથા એક મોબાઇલ અને કાર મળી કુલ રૂ.૧ કરોડ ૨ બે લાખ ૨ હજારના મુદ્દામાલ મુદ્દે કાર ચાલક કોઈ જરૂરી પુરાવા રજુ ન કરી શકતા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુદ્દામાલ કબ્જે લઈ આરોપી પર્વતસિંહ શંભુસિહ રતનસિંહ રાજપૂત (ચૌહાણ)ઉ.વર્ષ ૪૫ રહે.બિલ્લુકા ઘોડા,તા.સલુમ્બર, રાજસ્થાન ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શામળાજી પોલીસે હાથ ધરી છે.ત્યારે આ મુદ્દે જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલ એ યોજેલ પ્રેસ કોન્ફરન્સ માં ઝડપાયેલ નાણા મુદ્દે ઝીણવટભરી તપાસ ચાલી રહ્યું હોવાનું મિડીયા સમક્ષ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!