ગુજરાતની છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર
સાબરકાંઠા બેઠક ઉપરથી શોભનાબેન બારૈયા ઉમેદવાર તરીકે જાહેર
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ ગુજરાત ની છ બેઠકોના નામની જાહેરાત કરતાં જ તેમના કાર્યકરો, ટેકેદારો ઘેલમા આવી ગયા છે.ગુજરાત ની છ બેઠકો માં સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા,વડોદરા અને જુનાગઢ,અમરેલી આ તમામ બેઠકોના નામોની યાદી આજે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે…
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં લોકસભાની ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.રાજકીય પક્ષો એક પછી એક તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.ત્યારે ગુજરાત ની વડોદરા અને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જાહેર કરવામાં આવેલ ઉમેદવાર વિરોધનો વંટોળ શરૂ થયા બાદ બંન્ને ઉમેદવાર પોતાની ચુટણી લડવાની અનિચ્છા દર્શાવતા પ્રદેશથી લઈને દિલ્હી હાઇકમાન્ડે નવા ઉમેદવાર માટેની પ્રક્રીયા હાથ ધર્યા બાદ ગુજરાત ની છ બેઠકોના ઉમેદવાર ના નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા બેઠક ઉપર થી શોભનાબેન મહેન્દ્રસિહ બારૈયા,અમરેલી બેઠક ઉપરથી ભરતભાઇ સુતરીયા, વડોદરા હેમાગભાઇ જોષી,જૂનાગઢ બેઠક ઉપર રાજેશભાઈ ચુડાસમા, સુરેન્દ્રનગર બેઠક ઉપર ચંદુભાઇ શિહોરા,મહેસાણા થી હરીભાઇ ચૌધરી ઉપર પાર્ટી એ પસંદગી ઉતારતા ઉપરોક્ત છ બેઠકોના નામોની જાહેરાત થતાની સાથે જ તેમના કાર્યકરો, ટેકેદારો, સમર્થકો ઘેલમા આવી ગયા હતા.જે.તે જિલ્લા સંગઠનના હોદ્દેદારો નવા જાહેર થયેલ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી..