ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા ઈસમને એસઓજી દબોચ્યો
હિમતનગર બસ સ્ટેન્ડ આગળ થી ઝડપી પાડી બી ડિવીઝન પોલીસને હવાલે કરાયો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા ઇસમને જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
લોકસભાની ચૂટણીમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ ઝડવાઇ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા એસઓજી પી.આઇ.એન.એન રબારી ના માર્ગદર્શન હેઠળ હિમતનગર શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર માં પોલીસ એ.ટી.એસ ચાર્ટર લગતી કામગીરી અને પેટ્રોલીગ માં હતી તે દરમ્યાન એસઓજી ના આ.હે.કો કિરીટસિંહ ઝાલાને બાતમી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ રાહુલ કાતીભાઇ પરમાર રહે.ડહીયા,તા.જાડોલ,જિ.ઉદેપુર જે છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો ઈસમ હિમતનગર શહેરના બસ સ્ટેન્ડ આગળ ઉભો હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે સીઆરપીસી કલમ (૪૧) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિમતનગર બી ડિવીઝન પોલીસને હવાલે કર્યો હોવાનું પી.આઇ એન.એન રબારી એ જણાવ્યું હતું.
તલોદ ન્યુઝ ના વૉટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિંક ઉપર ક્લિક કરો :-
https://chat.whatsapp.com/DTohCAhApofJSmeDBTnqPI