તલોદ પો.સ્ટે રાયોટીગ ગુનાની છ વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ
બાતમીના આધારે અમદાવાદ ના વટવા માં થી પોલીસે કરી અટકાયત
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ પોલીસ સ્ટેશન ના રાયોટીંગ ના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર મહિલા ને તલોદ પોલીસે અમદાવાદ ના વટવા માં થી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ પોલીસ સ્ટેશન ખાતે ગત વર્ષ ૨૦૧૮ માં નોધાયેલ રાયોટીંગ ના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર સાહિલબાનુ જાવેદહુસેન મિસ્ત્રી રહે.જુહાપુરા અમદાવાદ તે તેની માતા નુરજહા ગફુરભાઇ લુહાર રહે.વટવા,અમદાવાદ તેની માતાના ઘરે આવી હોવાની તલોદ પો.સ્ટે એ.એસ.આઇ જયપાલસિહ રહેવર ને મળેલી બાતમીના આધારે છેલ્લા છ વર્ષથી ફરાર સાહિલબાનુ ને તેની માતાના ઘરેથી મહિલા કોન્સટેબલ નિમીષાબેન સાથે રાખી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું તલોદ પોલીસે જણાવ્યું હતું