રાજ્યમાં કયા સુપ્રસિદ્ધ મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવામાં આવે છે ચૈત્રી નવરાત્રી મહોત્સવ – વાંચો અહેવાલ
તલોદના સલાટપુર સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે
સુર અને સંગીતના તાલે નામાંકીત કલાકારો ગરબાની રમઝટ બોલાવશે,ગરબે ઘૂમવા ખેલૈયાઓ માં અનેરો થનગનાટ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સમગ્ર રાજ્ય માં આસો મહિના ની નવરાત્રી પર્વની ઉજવણી રાજ્યભર ભરમાં શેરી,મહોલ્લા,ચાચર ચોકથી લઈ પાર્ટી પ્લોટ માં ઉજવાય છે.પરંતુ રાજ્યમાં એક એવું પ્રસિદ્ધ મંદિર કે જ્યા આદ્યશક્તિની આરાધના નું પર્વ ચૈત્રી નવરાત્રી પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.આગામી ૯ મી એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી પર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ઉપાસના અને આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી પર્વનો આગામી ૯ એપ્રિલ થી પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે આજે આપણે વાત કરીએ એક એવા મંદિર ની કે જે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુર ખાતે આવેલ પ્રસિદ્ધ ખોડીયાર માતાજી મંદિર આ મંદિર ચૈત્રી નવરાત્રી ની પર્વની ઉજવણી માટે ખ્યાતિ પ્રાપ્ત અને પ્રસિદ્ધ છે.સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુર ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ ખોડીયાર માતાજી મંદિર પટાંગણમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે શુભ મુહુર્ત માં ચાચર ચોકમાં ઘટ સ્થાપન કરવામાં આવશે.નવલી નવરાત્રી ના પ્રથમ દિવસ થી લઈને ૧૭ એપ્રિલ સુધી દરરોજ રાત્રે ૯-૦૦ વાગ્યા થી સુર અને સંગીતના તાલે નામાંકીત ગાયક કલાકારો ઉપસ્થિત રહી તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવનાર હોઈ ગરબે ઘૂમવા માતાજી ના આરાધકો અને ખેલૈયાઓ માં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.નવરાત્રી દરમ્યાન માતાજી આરાધકો એક ટાણા, નકકોરા,ઉપવાસ આરાધના કરી નવરાત્રી પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી કરશે.સલાટપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર ના માઇ ભક્તો સહિત ધંધાર્થે શહેરમા વસવાટ કરતા ગામજનો પણ માદરે વતન આવી ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજી ના દર્શન અને પ્રસાદી નો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે તેમ મંદિર ના સંચાલક અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.