ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થશે ? તલોદ ના વલીયમપુરા માં મધરાત્રે મકાન ધરાશયી થયું અને સર્જાઇ કરૂણાંતિકા – વાંચો અહેવાલ
ઘરમાં નિદ્રાધીન દંપતી પશુ આહાર નીચે દટાયુ, ગંભીર ઇજાને કારણે મહિલા નું કરૂણ મોત
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વલીયમપુરા ગામમાં મધરાત્રે મકાન લાકડાનો હીસ્સો ધરાશયી થવાની બનેલી ઘટનામાં નિદ્રાધીન દંપતી દટાતા ભારે જહેમત બાદ બંન્ને ને બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ કમનસીબે મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા ગામ પંથકમાં શોકની લાગણી સાથે કરૂણાંતિકા સર્જાઈ ગઈ હતી..
પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લાના તલોદ તાલુકાના વલીયમપુરા ગામમાં રહેતા કનુભાઇ પટેલે ઘઉની ઉપજ માં થી નિકળેલ પરાર (હુસેલ)ને તેમના ઘરના ઉપરના માળે પશુઓના આહાર માટે ભરી સંગ્રહ કર્યો હતો.ત્યારે ગુરૂવારે મધરાત્રે કનુભાઇ અને તેમની પત્નિ દિવસભર નું કામ કાજ પરવારી ઘરમાં સુતા હતા.ત્યારે અચાનક જ ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શું થશે ? તેમ પશુઓ માટે સંગ્રહ કરેલ હુસેલના ભારથી લાકડાનો પાટડો,સ્લેબ કેટલોક હિસ્સો તૂટી નીચે પડતા નિદ્રામાં પોઢી રહેલ દંપતી કનુભાઇ અને તેમની પત્નિ કૈલાસબેન મકાનનો વચ્ચેનો ભાગ ધરાશયી થવાથી દંપતી નીચે દટાઈ ગયાની જાણ આસપાસના લોકોને થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મકાનના ક્ષતિગ્રસ્ત ભાગને અન્ય ટેકો આપી પશુ આહાર હુસેલને એક તરફ કરી દંપતી ને બહાર કાઢવામાં આવ્યા હતા.જો કે ગંભીર રીતે ઈજાનો ભોગ બનેલ કૈલાસબેન કે પટેલ ઉ.વર્ષ ૫૦ નું સ્થળ ઉપર જ કણસતી હાલતમાં કરૂણ મોત નિપજતા ગામ પંથકમાં અને પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી સાથે કરૂણાંતિકા સર્જાઈ ગઈ હતી.
જે બનેલા બનાવની જાણ તલોદ પોલીસ ને થતા કનુભાઇ દેસાઈ સ્ટાફ સાથે દોડી જઈ મૃતક મહિલાની લાશને તલોદ સિવિલ હોસ્પિટલ માં પી.એમ અર્થે ખસેડી બનાવ અંગે જાણવા જોગ નોંધ લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું તલોદ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું.
(તસ્વીર પ્રતિકાત્મક છે )