અન્ડર લાઇન પાઇપ ચોરીના આરોપીઓને ઝડપી પાડી કુલ કિ.રૂ. રૂ-૧૬,૭૪,૦૦૦/-ના મુદામાલની રીકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલતી ધોળકા રૂરલ પોલીસ”
પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ, વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ ઝાંટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓએ જીલ્લામાં મિલક્ત સબંધી ગુન્હા બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓને વહેલી તકે શોધી કાઢવા સુચનાઓ આપેલ હોય તે અનુસંધાને ધોળકા રૂરલ પો.સ્ટે. એફ.આઇ.આર આધારે રજીસ્ટર થયેલ એ. ગુ.ર.નં-૧૧૧૯૨૦૬૪૨૪૦૪૮૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨),૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે આધારે તપાસ તજવીજ ચાલુમાં હતી તે દરમ્યાન એ.એસ.આઇ મહેન્દ્રસિંહ ખુમાનસિંહ બ.ન.-૧૧૪૨ તથા અ.હે.કો. રમેશભાઈ કાળુભાઈ બ.ન.-૧૦૬૬ નાઓની સયુકત ખાનગી બાતમી હકીકત આધારે સદર ગુન્હામાં ચોરી થયેલ અન્ડર લાઇન પાણીની પાઇપો કુલ નંગ-૨૦ ની કુલ કિ.રૂ.-૩,૨૪,૦૦૦/-ના મતાની તથા ચોરીમાં ઉપયોગમાં લિધેલ આઇસર ગાડીની કિ.રૂ.-૫,૦૦,૦૦૦/- ની ગણી તથા જે.સી.બી.નો નંબર જી.જે.- એલ.કયુ.-૨૫૬૯ ની કિ.રૂ.-૮,૫૦,૦૦૦/- ની ગણી કુલ મુદામાલની કિ.રૂ-૧૬,૭૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાયેલ કુલ પાંચ આરોપીઓને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ
(૧) પીયુષભાઇ પ્રાગજીભાઈ ડોબરીયા રહે -દેવળકી ગામ તા-કુકાવાવ જી-અમરેલી હાલ રહે વંદેમાતરમ સોસાયટી કલીકુંડ ધોળકા (૨) પીન્ટુભાઇ રાજુભાઇ કટારા રહે રહે -નાહારપુરા તા રાણાપુર જી જાંબુવા (એમ.પી)હાલ રહે સર્કિટ હાઉસ સામે પંપીગ સ્ટેશન કલિલુંડ ધોળકા જી અમદાવાદ (૩) સુમતભાઇ હિંમતભાઇ રાઠોડ રહે -કાલીયાવાડ તા ધાનપુર જી દાહોદ હાલ રહે સર્કિટ હાઉસ સામે પંપીગ સ્ટેશન કલિલુંડ ધોળકા જી અમદાવાદ (૪) રાકેશભાઇ રાઉસિંગભાઇ પલાસ રહે-ઉંડાર તા ધાનપુર જી દાહોદ હાલ રહે સર્કિટ હાઉસ સામે પંપીગ સ્ટેશન કલિલુંડ ધોળકા જી અમદાવાદ (૫) રાજુભાઇ રમેશભાઈ ઠાકોર રહે. રહે-રેનવાડા નાનો રબારીવાસ ધોળકા જી અમદાવાદ
કબજે કરેલ મુદામાલની વિગત-
(૧) જીન્દાલ કંપનીની અન્ડર લાઇન પાણીની પાઇપો (ડી.આઈ) નંગ-૨૦ જે એક પાઇપની આશરે કિ.રૂા.૧૬,૨૦૦/- લેખે ૨૦ પાઇપોની કિ.રૂા.૩,૨૪,૦૦૦/-
(૨) આઇસર ગાડી નંબર જી.જે.- ૦૧ બી.વી.-૧૩૫૬ ની કિ.રૂ.-૫,૦૦,000/- ના મતાની
(૩) જે.સી.બી. નંબર જી.જે.- એલ.કયુ.-૨૫૬૯ ની કિ.રૂ.-૮,૫૦,૦00/- ના મતાની
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં અમો પો.ઇન્સ. એન.એન.પરમાર ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન, તથા ASI
મહેન્દ્રસિંહ ખુમાનસિંહ બ.ન.-૧૧૪૨ તથા HC રમેશભાઇ કાળુભાઇ બ.ન.-૧૦૬૬ તથા PC કિર્તીકુમાર ઇશ્વરભાઇ
બ.ન.-૧૫૦૮ તથા LRPC હાર્દિકભાઇ કનુભાઇ બ.ન.-૦૩૫ નાઓ જોડાયેલ હતા તા.૧૮/૧૧/૨૦૨૪