તલોદના લવારી નજીક નિર્માણ થતા જેટકો સબ સ્ટેશનમાં લાગી ભીષણ આગ
પ્રાંતિજ નગરપાલિકા ફાયર ફાઇટર સ્થળ ઉપર પહોચી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ તાલુકાના લવારી ગામની સીમમાં વિજ તંત્ર દ્વારા નિર્માણ થતા જેટકોના સબ સ્ટેશનમાં બપોરના સુમારે ભીષણ આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.પ્રાંતિજ નગરપાલિકા ના ફાયર ફાઇટરની મદદથી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા માં સફળતા મળી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ તાલુકાના લવારી થી કાલીપુરા જવાના માર્ગ ઉપર વિદ્યુત બોર્ડ દ્વારા જેટકોના પાવર સ્ટેશનના નિર્માણ નું કામ કાજ ચાલી રહ્યું છે.આ કામ કાજ માટે કંન્સટ્રકશન નું કામ કરતાં કેટલાક શ્રમજીવી ઓ રસોઈ બનાવ્યા બાદ ચુલાની આગ બુઝાવવાનુ ભુલી જતા ઘોર બેદરકારી ને કારણે આગ અન્ય ચુલાની આસપાસ પડેલ બળતણ લાકડામાં પ્રસરતા આગ જોત જોતામાં આખા સબ સ્ટેશન કેમ્પસમાં પ્રસરી જતાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં આગના ધુમાડાના ઘોટેઘોટા નિકળતા જેટકો કેમ્પસમાં ભીષણ આગ લાગ્યાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો સહિત પ્રજ્ઞેશભાઈ પટેલ ઘટના સ્થળે દોડી જઈ બનાવ અંગે પ્રાંતિજ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર ના જવાનો સ્થળ ઉપર દોડી જઈ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા આવતા સ્થાનિકો હાશકારો અનુભવ્યઓ હતો.વધુમાં આ બાબતે પ્રક્ષેશભાઈ એ જણાવ્યું હતું કે જો વહેલી તકે આગ કાબુ માં ન આવી હોત તો આસપાસના ખેડૂતો ના વાવેતર કરવામા આવેલ ઘઉનો ઉભો પાક પણ આગની લપેટમાં આવી ગયો હોત તો ખેડૂતોને પણ મોટુ નુકશાન વેઠવું પડ્યુ હોત પરંતુ સદ્દનસીબે આગ કાબુ માં આવી જતા કોઈ નુકશાન કે કોઈને જાનહાની થયેલ નથી તેમ તેમને જણાવ્યું હતું